November 2, 2014

ટીચર તો ખાસ વાંચે !

ટીચરો વાંચે અને સ્ટુડન્ટના પેરેન્ટ્સ તો ખાસ વાંચે....
તમે જો સ્કૂલમાં ભણાવો છો અને તમને સ્ટુડન્ટ્ના ગાલ ખેંચવાની આદત છે તો તમારી આ આદતને તરત બદલાવી દો કારણ કે આ આદત તમારા ખિસ્સામાં કાણું પડાવી શકે છે. હાલમાં જ બનેલી એક ચોંકવાનારી ઘટનામાં ચેન્નાઈમાં પોતાના એક સ્ટુડન્ટના ગાલ ખેંચવા બદલ ટીચરને 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો..
આ ઘટનાની વિગતો જોઈએ તો ચેન્નાઈની કેસરી ઉચ્ચ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીનો આરોપ હતો કે તેના ટીચરે સજા આપવા માટે તેના ગાલ ખેંચ્યા જેના કારણે તેને ગાલમાં બહુ દુખાવો થાય છે. આ ઘટના પછી સ્ટુડન્ટની માતાએ આ વાતની ફરિયાદ માનવ અધિકાર આયોગને કરી દીધી હતી જેના પગલે એણે ટીચરને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
માનવ અધિકાર આયોગ દ્વારા આ દંડ ફટકાર્યા પછી પણ સ્કૂલના પ્રશાસને પૈસા આપવાની ના પાડી દીધી હતી જેના કારણે વિદ્યાર્થીની માતાએ હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને કોર્ટે આ ટીચરને 50,000 રૂપિયાનો દંડ ફટકારી દીધો હતો.