October 31, 2014

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ


Sardar Vallabhbhai Patel                                                                                                                                                                                                                                                                                                                                                                                                સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

તેમનો ઉછેર ગુજરાતના ગામડા કરમસદમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અનેબારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ ના રચયિતા હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે ૧૯૨૮ માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.
તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બીરુદ આપ્યુ હતું.
૧૯૩૦ માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. ૧૯૪૨ માં ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું ૧૯૫૦ માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

નાગજીભાઇ પી. દેસાઇ: ધોરણ ૯ અને ૧૦ ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાની ત...

નાગજીભાઇ પી. દેસાઇ: ધોરણ ૯ અને ૧૦ ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાની ત...: રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળામાં ઉમેરી દેવામાં આવ્‍યું છે. આ પ્રયોગને ભારે સફળતા મળી છે ત્‍યારે હવે આ સફળતાને આગળ વ...

ધોરણ ૯ અને ૧૦ ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાની તૈયારી શરુ !


Standard 9 - 10 from the primary school addરાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળામાં ઉમેરી દેવામાં આવ્‍યું છે. આ પ્રયોગને ભારે સફળતા મળી છે ત્‍યારે હવે આ સફળતાને આગળ વધારવા આગામી સમયમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળામાં ઉમેરી દઈને સળંગ ધોરણ-૧ થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્‍યનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માધ્‍યમિક શાળાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ નથી. એટલે પ્રાથમિક શિક્ષણ મેળવ્‍યા બાદ હાઈસ્‍કુલની સુવિધા દુર હોવાથી ધણા ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારના બાળકોએ માધ્‍યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે. આવી સ્‍થિતિમાં સરકાર દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળાઓમાં ઉમેરી દેવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્‍યો છે ત્‍યારે હવે આ પ્રયોગને સફળતા બાદ આગામી દિવસોમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળાઓમાં ઉમેરી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ પ્રયોગ અમલી બને તો ગ્રામ્‍ય વિસ્‍તારોના બાળકોને પોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનું શિક્ષણ મફત ઉપલબ્‍ધ બનશે. આ પ્રયોગ માટે રાજ્‍ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાયોગિક રીતે રાજ્‍યની ૫૦૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરી છે. જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને ૧૦ના વર્ગો પ્રાથમિક શાળામાં ઉમેરી દેવામાં આવશે જો આ પ્રયોગને સફળતા મળશે તો તેને આગામી દિવસોમાં રાજ્‍યભરમાં અમલી બનાવવામાં આવશે. આ સંદર્ભે જરૂરી તમામ માહિતી શિક્ષણ વિભાગને મોકલી આફવા સંયુક્‍ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપી દીધો છે જે માહિતી મોકલવાની છે.  

નાગજીભાઇ પી. દેસાઇ: હવે સ્માર્ટ ફોનમાં એકસાથે ૨ અકાઉન્ટ હેન્ડલ કરો

નાગજીભાઇ પી. દેસાઇ: હવે સ્માર્ટ ફોનમાં એકસાથે ૨ અકાઉન્ટ હેન્ડલ કરો: એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અ...

હવે સ્માર્ટ ફોનમાં એકસાથે ૨ અકાઉન્ટ હેન્ડલ કરો

Please use the two votsaepaએક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ ‘સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ’ ડાઉનલોડ કરવી પડશે.
૧. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં’સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ’એપ ઇનસ્ટોલ કરો.
૨. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો
૩. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.
૪. બીજુ એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.
૫.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો

October 28, 2014

નાગજીભાઇ પી. દેસાઇ: ડો.જોનાસ સાલકા -પોલીયો રસીના શોધક

નાગજીભાઇ પી. દેસાઇ: ડો.જોનાસ સાલકા -પોલીયો રસીના શોધક: આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હત...

ડો.જોનાસ સાલકા -પોલીયો રસીના શોધક

આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હતા. તેના શોધક હતા જોનાસ સાલ્ક. તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોલિયો રસીની શોધ કરી હતી.
આખી દુનિયાની સુખાકારી માટે અબજો રૂપિયા બલિદાન કરી દેનારા ડોક્ટર સાલ્કનો જન્મ ૨૮ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મદિવસ છે. તેમના ૧૦૦માં જન્મદિવસના માનમાં ગૂગલે પણ ખાસ ડૂડલ ડિઝાઇન કર્યું છે.
૧૯૬૧માં બીજી રસી ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી
ડોક્ટર સાલ્કને જ્યારે પત્રકારોએ પૂછયું કે આની પેટન્ટ કોની પાસે રહેશે? સાલ્કે હસતાં હસતાં જવાબ આપ્યો કે “કોઈ પેટન્ટ નથી, શું સૂરજની કોઈ પેટન્ટ હોઈ શકે?” પોલિયોની પહેલી રસી (ઇંજેક્શન) ૧૯૫૫માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. અને ત્યારબાદ  ૧૯૬૧માં બીજી રસી (ઓરલ ડ્રોપ) ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું  સફળ હથિયાર સાબિત થયું.
ભારતે વર્ષ ૨૦૧૨માં પોલિયોથી મુક્તિ મેળવી
સાલ્કની રસીની ટ્રાયલમાં લગભગ ૧૩ લાખ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ૧૯૫૫માં પરિણામો જાહેર થયાં તે અગાઉ સાલ્કે તેના પોતાનાં બાળકોને અને પરિવારજનોને પણ આ રસી આપી હતી. ભારતે વર્ષ ૨૦૧૨માં જેનાથી મુક્તિ મેળવી તે પોલિયો એક એવી મહામારી હતી કે જેનાથી આખી દુનિયાના હાંજા ગગડતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બીમારીથી પીડાઇ રહેલા દેશોની યાદીમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. કેમકે, છેલ્લા એક વર્ષથી ભારતમાં પોલિયોનો એકેય નવો કેસ બહાર આવ્યો નથી.
ભારતમાં પોલિયો સામેની લડતમાં ૧૯૯૫-૯૬થી અભિયાન શરુ કર્યું હતું
દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતે હજી માંડ ગયા વર્ષે પોલિયો સામે વિજય મેળવ્યો છે. ‘દો બુંદ જિંદગી કી’ ના નારાથી પ્રખ્યાત બનેલી પોલિયો સામેની લડત પહેલાં બુંદની નહીં પણ સોયની હતી. ભારતમાં પોલિયો સામેની લડતમાં ખરું જોમ ૧૯૯૫-૯૬થી શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી પલ્સ પોલિયો અભિયાનથી આવ્યું. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો.
વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે
ભારતે પોલિયોમુકત દેશનો દરજજો મેળવવા માટે આગામી બે વર્ષ સુધી પોલિયોમુક્ત રહેવું પડશે. દુનિયામાં પોલિયો સામેની લડત હજી ચાલુ હોય તેવા દેશોમાં હવે પાકિસ્તાન, નાઈજિરિયા અને અફઘાનિસ્તાન જ બચ્યા છે. વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે.
ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો
સાલ્કે પોલિયોના મૃત વાયરસ સાથે કામ પાર પાડીને અસરકારક શોધ કરી અને તેના પછી અન્ય સંશોધક સાબિને પોલિયોના જીવતા વાયરસને નાથીને ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો. જોકે, સાલ્ક અને સાબિન વચ્ચે સૌથી મોટો તફાવત એ પણ છે કે સાલ્કની રસી તે લેનારને જ સુરક્ષિતતા આપે છે જ્યારે સાબિનની રસી તેની આસપાસના લોકોને પણ ચેપ લાગવાથી બચાવે છે.
સાલ્કેરસી માટે કોઈ પેટન્ટ ન લીધા કેમકે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે
સાલ્કે પોતે તનતોડ મહેનત કરીને શોધેલી આ અકસીર રસી માટે કોઈ પેટન્ટ ન લીધા કે જેથી વિશ્વભરમાં કોઇપણ દવા બનાવનારી કંપની સરકારી નિયમોને આધીન રહીને એનું ઉત્પાદન છૂટથી કરી શકે. એમણે ઈચ્છયું હોત તો આ શોધમાંથી કરોડો ડોલર કમાઈ શક્યા હોત પરંતુ માનવતાવાદી અમેરિકન વૈજ્ઞાનિકે એની શોધમાંથી એક ડોલરની પણ કમાણીની આશા રાખી નહીં.એમને  તો માત્ર પોલીઓ થતો રોકવા માટે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે એમાં જ રસ હતો.
વિશ્વને પોલીયો રસીની ભેટ ધરીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો
સાલ્કનું ૮૦ વર્ષની ઉંમરે ૨૩ જૂનના રોજ ૧૯૯૫માં અવસાન થયું હતું. શીતળા જેવા રોગને માતા કહીને પૂજન કરનારા લોકોએ સાલ્ક જેવા વિજ્ઞાનીઓ થકી માનવતા ઉજળી છે. આ રીતે ડો.જોનાસ સોકે વિશ્વને પોલીયોની રસીની ભેટ ધરીને માનવજાત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે.
ડો.સાલ્કે છેલ્લા દિવસોમાં સાન ડિયેગો ખાતેની સંસ્થામાં રહીને  એચાઈવી એઇડ્સ માટેની રસી માટે વધુ રીસર્ચ કરવામાં ખુબ પ્રવૃત રહ્યા હતા. એમનું બાકી રહેલું કામ આ સંસ્થાના અન્ય વૈજ્ઞાનિકો ઉપાડી લીધું છે.

માણસ

માણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે

[ વડોદરાના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકારો પૈકીના એક એવા શ્રી મકરંદભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘માણસ તો યે મળવા જેવો.....’ માંથી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.  આપ તેમનો આ નંબર પર +91 9825082546 અથવા આ સરનામે makarandmusale@gmail.com સંપર્ક કરી શકો છો. ]
manas[1]
લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.
સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
સાચો ઉત્તર કોને દેવો ?
આપ ભલેને હોવ ગમે તે,
હું ય નથી કંઈ જેવો તેવો.
દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.
વાતે વાતે ફતવા કાઢે,
હેં ઈશ્વર, તું આવો કેવો ?
બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાંજ મને છૂટે પરસેવો.
[2]
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુઃખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
છેડવાથી શક્ય છે રણકી ઊઠે,
મન સિતારી-તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
સત્યના શસ્ત્રો ઉગામી તો જુઓ,
જૂઠ ખાલી વ્હાર જેવું હોય છે.
ના, કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.
[3]
વાત મારે સાનમાં કરવી હતી,
આંગળી તારા ભણી ધરવી હતી.
મેં અરીસાઓ બધા રંગી દીધા,
જાતને આમેય છેતરવી હતી.
બાગમાં હું સાવ ધીમેથી ગયો,
ખુશ્બુઓને બાનમાં કરવી હતી.
મોહરું તરડાઈને તૂટી ગયું,
એ નજર પણ તેજ સોંસરવી હતી.
મેં જ મારું મોં પછી જોયું નથી,
વાસ્તવિકતા એટલી વરવી હતી.
[ કુલ પાન : 70. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : બુકપબ ઈનોવેશન્સ. હિંગળાજ માતાનું કંપાઉન્ડ, મનમોહન કોમ્પ્લેક્સની પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશનની ગલીમાં, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન : +91 79 26561112. ઈ-મેઈલ : info@bookpub.in ]

October 27, 2014

નાગજીભાઇ પી. દેસાઇ: આધાર ડાયસ પત્રક ૧/૨

નાગજીભાઇ પી. દેસાઇ: આધાર ડાયસ પત્રક ૧/૨:    શાળામાં થી બાળક લીવીંગ  સર્ટી  લઈને જાય અથવા લીવીંગ સર્ટી લઈને બીજી શાળામાંથી આવે ત્યારે નિભાવવાનું  રજીસ્ટર  પત્રક ૧/૨                ...

આધાર ડાયસ પત્રક ૧/૨

   શાળામાં થી બાળક લીવીંગ  સર્ટી  લઈને જાય અથવા લીવીંગ સર્ટી લઈને બીજી શાળામાંથી આવે ત્યારે નિભાવવાનું  રજીસ્ટર  પત્રક ૧/૨
                                                   અહી ક્લીક કરો                                                                 

October 26, 2014

પૈસાનો ઉપયોગ – મહોમ્મદ માંકડ

આધુનિક માનવી માટે પૈસા વિના જીવવું દુષ્કર છે. પૈસા ખોરાક અને પાણી જેટલું જ મહત્વ એના જીવનમાં ધરાવે છે. ભર્તૃહરિએ ધનની ત્રણ ગતિ દાન, ભોગ અને નાશની વાત કરી છે. મહદઅંશે આજે પણ એ વાત સાચી રહી છે, પરંતુ નાણાકીય બાબતો નિષ્ણાતો માટે પણ વધુને વધુ જટિલ બની રહી છે. અર્થશાસ્ત્ર વિષયના કોઈ એક પાસાં ઉપર પી.એચ.ડી થઈને ડોકટરેટની ઉપાધિ મેળવી શકાય છે. એટલે એ રીતે જોઈએ તો આ વિષય ઘણો ગહન અને વિશાળ બનતો જાય છે અને આધુનિક સમયમાં માણસના જીવનને સૌથી વધુ સ્પર્શતો વિષય તો તે છે જ. ધનના બદલાતા જતા સ્વરૂપ અને ઉપયોગને લઈને આધુનિક માનવી માટે પૈસાને માણતાં જ નહિ. એને વાળતાં શીખવાનું પણ બહુ જ જરૂરી બની ગયું છે.
આધુનિક માનવી માટે માત્ર પૈસા કમાવા એ જ પૂરતું નથી. એનો યોગ્ય ઉપયોગ કરવા ઉપર માણસના સ્વસ્થ અને સુખી જીવનનો વધારે આધાર છે. વીરડામાંથી કે કૂવામાંથી પાણી ઉલેચાય તો જ વીરડાનું કે કૂવાનું પાણી શુદ્ધ રહી શકે એવું જ પૈસાનું છે. પૈસાની યોગ્ય રીતે થતી આવક અને જાવક દ્વારા માણસ પોતાની જાતને શુદ્ધ રાખી શકે છે, સ્વસ્થ સુખી જીવન જીવી શકે છે.
કેટલાંક માણસો પૈસા કમાયા પછી એનો ઉપયોગ ઋણ ફેડવામાં કરતા હોય છે જે એનો શ્રેષ્ઠ ઉપયોગ છે. કેટલાક પૈસાને વાવે છે, કેટલાક એને માણે છે અને કેટલાક તો એને વેડફી જ નાખતા હોય છે. જેમ પૈસા કમાવાનું મુશ્કેલ છે એ જ રીતે કેટલાક લોકો માટે પૈસા કમાયા પછી એને જીરવવાનું પણ એટલું જ મુશ્કેલ હોય છે. એવા લોકો હાથે પૈસા વેડફાઈ જાય છે. પૈસા અનેક રીતે વેડફાઈ જાય છે. જેનાથી કોઈ ભૌતિક, શારીરિક કે માનસિક આનંદ મળી શકે તેમ ન હોય, જેનું પરિણામપીડાદાયક હોય, વિનાશકારક હોય, જેનાથી ગરીબી અને પ્રુફલિસી આવી તેમ હોય, જેનાથી પોતાનું કે બીજાનું કશું ભલું થાય તેમ ન હોય એવી રીતે વપરાયેલા પૈસા વેડફાઈ ગયેલા પૈસા ગણાય.
પોતાની હેસિયત ન હોવા છતાં બીજા દેખાદેખીથી, લગ્ન પ્રસંગે કે એવા બીજા કોઈ સામાજિક પ્રસંગે વાપરેલ પૈસાથી વાપરનારને કોઈ ફાયદો નથી થતો, આબરૂમાં વધારો નથી થતો પરંતુ એના પૈસા વેડફાઈ જાય છે. દેડકો ગમે તેટલું પેટ ફૂલાવે છતાં હાથી ન થઈ શકે. એવી નકામી ચેષ્ટા એને જ નુકશાન કરે છે. એવી જ રીતે બીજાની ઈર્ષ્યા કરવામાં વપરાયેલા પૈસા પણ વેડફાઈ જ જાય છે. ઈર્ષ્યા માણસના સ્વભાવમાં રહેલી હોય છે, પણ એની પાસે જ્યારે પૈસા આવે છે ત્યારે એની ઈર્ષ્યા ‘વકરી’ જાય છે અને એવી ઝેરી ઈર્ષા એને જ પાયમાલ કરે છે. બીજાની દેખાદેખી અને ઈર્ષાથી પૈસા વાપરનારના પૈસા વેડફાઈ જાય છે.
એ જ રીતે ખોટી રીતે મોજશોખ કરનારના પૈસાનો પણ દુરુપયોગ થાય છે. એટલું જ નહિ, ખોટી ઉદારતા બતાવનાર માણસ પણ પૈસાનો દુરુપયોગ કરે છે. ઉદારતા બહુ મોટો ગુણ છે, પરંતુ તેમાં અને ઉડાઉપણામાં ફેર છે. ઉદારતા જ્યારે દેખાદેખીથી કે પોતાના ગર્વને સંતોષવા માટે હોય ત્યારે તે ઉડાવપણું બની જાય છે. ઉદારતા એ માનવીના અંતરનો ગુણ છે. જેનું અંતર નિર્મળ હોય, નિષ્પાપ હોય, બીજાનું દુ:ખ જોઈને જેનું દિલ દ્રવી જતું હોય તે સ્વાભાવિક રીતે જ ઉદાર હોય છે. તેને ઉદારતાનો દેખાવ કરવાની જરૂર પડતી નથી. બીજા ઉપર છાપ પાડવાની કે અભિમાન બતાવવાની જરૂર પડતી નથી.
અને જેવી ભેદરેખા ઉદારતા અને ઉડાઉપણા વચ્ચે છે એવી જ કરકસર અને લોભ વચ્ચે છે. કરકસર ગુણ છે. લોભ અવગુણ છે. પૈસા ખર્ચવાની બાબતમાં કરકસર અત્યંત આવશ્યક ગુણ છે. એનું પાલન કર્યા વિના કોઈ વ્યક્તિ પૈસા કમાઈ શકતી નથી, એટલું જ નહિ ધનવાન તો બની શક્તી જ નથી. અલબત્ત, કરકસરની મર્યાદા દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવી જોઈએ અને કંજૂસાઈમાં સરી ન પડાય એનો ખ્યાલ રાખવો જોઈએ.
જે માણસ પોતાના શોખ પાછળ, આનંદ પાછળ કુટુંબના સભ્યોના આનંદ પાછળ ખર્ચે છે તે પૈસા વેડફી નાખતો નથી. પૈસા ઘણા પાસે હોય છે, પરંતુ એ પૈસાને યોગ્ય રીતે માણી કેટલા શકે છે ? પૈસા ખોરાક જેવા છે તે ન હોય તો માણસ સુકાઈ જાય છે. પીડા અનુભવે છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ‘આફરો’ ચડે છે. મનગમતો પૌષ્ટિક ખોરાક યોગ્ય પ્રમાણમાં માફકસર લેવામાં આવે તો એનો ખાનાર મીઠી તૃપ્તિ અનુભવે છે. પૈસાનો ઉપયોગ પણ એવી રીતે જે કરે છે એ એનો આનંદ માણી શકે છે. ગરીબીની પીડા અને અમીરીનો આફરો બંને નુકશાનકારક છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાનું કામકપરું છે. માણસ એના અતિચારી સ્વભાવને કારણે જડ બનીને જીવતો હોય છે. અથવા તો વિલાસમાં સરી પડતો હોય છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરી જીવનના આનંદને માણનાર વ્યક્તિઓ સમાજમાં જૂજ જ હોય છે. પૈસા વેડફાઈ ન જાય એ અંગે જાગૃત રહીને સ્વસ્થ મન રાખીને સમતુલા જળવાઈ રહે એ રીતે પૈસા વાપરનાર સારું આધુનિક સગવડોવાળું જીવન જીવે છે એ જ રીતે પોતાની જાતના વિકાસ પાછળ, પોતાના કુટુંબની સુખાકારી પાછળ, બાળકો પાછળ માણસ જ્યારે પૈસા ખર્ચે છે ત્યારે તે પૈસા વાવે છે. એ રીતે ખર્ચેલા પૈસાનું અનેકગણું વળતર એને મળે છે. સંબંધો બાંધવા માટે અને ટકાવવા માટે ખર્ચાતા પૈસા પણ એને મોટે ભાગે વધુ વળતર આપે છે. માણસ કોઈને મીઠાઈ મોકલે, કશીક ભેટ આપે. અરે, દાન આપે ત્યારે એનાથી એણે પોતે ધાર્યું પણ ન હોય એટલો ફાયદો એને મળતો હોય છે. આવો દરેક પૈસો એ વાવેલો પૈસો છે અને ખેતરમાં વાવેલા અનાજના ઘણામાંથી જેમ કેટલાક નકામાં જાય તો પણ જે ઊગે છે તે અનેકગણું વધારે વળતર આપીને નકામા ગયેલાની ખોટ ભરપાઈ કરી દે છે, એ જ રીતે જે પૈસા વાવે છે તેને સ્વાભાવિક રીતે જ તેનું વળતર મળે છે.
પૈસા વેડફી નાખવા તે મૂર્ખાઈ છે. યોગ્ય રીતે માણવા એ એનો ખરો ઉપયોગ છે અને એને વાવવા એ એક જરૂરિયાત છે. મિલકતો અને બચતોમાં રોકેલાં નાણાં પણ વાવેલાં નાણાં છે.
પરંતુ, પૈસાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ તો માણસ પોતાના ઉપરનું ઋણ ફેડવા માટે કરે તે છે. આ ‘ઋણ’ એટલે માત્ર વ્યવસાય માટે કરેલું કે એવા બીજા કોઈ કારણે કરેલું ઋણ નહિ, પરંતુ જે ઋણ દરેક માનવી ઉપર એ માનવી હોવાના કારણે હોય છે એ ઋણ. એવું ઋણ દરેક માનવી ઉપર એના માતાપિતાનું, સગા-વહાલાનું, મિત્રોનું, સમાજનું હોય છે.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન આવું ઋણ સ્વીકારતાં કહે છે કે : ‘દિવસમાં સો એક વાર હું મારી જાતને યાદ કરાવતો રહું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન, હયાત હોય તેવા જ નહિ પરંતુ મૃત્યુ પામ્યા હોય તેવા બીજા લોકોના શ્રમઉપર આધારિત છે. મને જે કાંઈ મળ્યું છે, અને હજુ પણ મળી રહ્યું છે એ ઋણ ફેડવા માટે, મારે પણ એ લોકોની માફક જ પરિશ્રમ કરવો, એ મારી ફરજ બની રહે છે.’
તન, મન અને ધન ત્રણેનો ઉપયોગ કરીને આવું ઋણ ફેડવું એ દરેક માનવીની ફરજ બની રહે છે. રોજ સવારે આપણે સંકલ્પ કરીએ કે પૈસા વેડફીશું તો નહિ જ. પૈસાથી ઋણ ફેડીશું. પૈસા યોગ્ય રીતે માણીશું અને થોડા પૈસા વાવીશું.

મરજિયાત રજાઓ -૨૦૧૫

October 25, 2014

gaman sathal


બહેન

એક બહેન તો હોવી જ જોઈએ…..
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે
તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
કોઈને પણ ન કહી શકો તે વાત
પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર
બનાવી શકો
જે પપ્પાથી તમને
બચાવવા તમારા કરેલા બધા તોફાન
પોતાના માથે લઈ લે
જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને”
લીધે તહેવાર છોડી તમારા કપડાને
ઈસ્ત્રી કરતી હોય
જે
તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ
ક્યારથી કરવા તે નક્કી કરતી હોય
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ
ખાઈ લેતી હોય
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ
બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ
તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને
રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ
દબાવી દેતી હોય
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે
તો તમારા પર કાળકા થઈને વરસતી હોય
આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન
તો હોવી જ જોઈએ.
જો એક બહેન હોય….
તો જ સંવેદનાની અનુભૂતિ આવે
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
તો જ ઘરમા તમને સતત
ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે
બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક
માં સમાન...
એક બહેન તો હોવી જ જોઈએ…..
એક બહેન તો હોવી જ જોઈએ…

October 24, 2014

જાજુ વિચારવું જ નહિ -કૃષ્ણ દેવ

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]
ઝાઝું વિચારવું જ નહીં
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતાં તો ધારવું જ નહીં….
ઝાઝું વિચારવું જ નહીં
રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર, પળભર પણ ઝળહળ થઈ રહેવું
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને, ભીંજવવા આરપાર વહેવું.
…………………. આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો મારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં
ઘુવડની આંખ્યુંમાં ચોંટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત
આગિયાના ગામમાંથી ચૂંટાયા હોત ને તો આજે તો સૂરજ હું હોત
…………………… સ્મરણો તો હંમેશા આ રીતે પજવે, તો કંઈ પણ સંભારવું નહીં
ઝાઝું વિચારવું જ નહીં
સરનામા પૂછી પૂછીને જે વરસે ઈ વાદળ નહીં બીજા છે કોક
ભીંજાવા માટે પણ પાસવર્ડ માગે ઈ ચોમાસા કરવાના ફોક
……………………. છાંટોયે હેતથી ના વરસી શકાય એના કરતાં અંધારવું જ નહીં
ઝાઝું વિચારવું જ નહીં.

નાગજીભાઇ દેસાઇ: શાળા પરિચય

નાગજીભાઇ દેસાઇ: શાળા પરિચય: શાળાનું નામ  :-કાટેડીયા પ્રા.શાળા   શાળાના આચાર્યનું નામ   :-પ્રતાપજી મેરૂજી મકવાણા   શાળા ડાયસ કોડ નં  :-  શાળા શરુ થયા વર્ષ  :-...

October 23, 2014

happy diwali

દીપોત્સવી એટલે દીવા પ્રક્ટાવવાનો ઉત્સવ. એને દીપાવલી અને દિવાળી પણ કહેવાય છે. એ પ્રકાશનું પર્વ છે. અજ્ઞાાનના અંધકારને દૂર કરી જ્ઞાાનના પ્રાકશને પ્રકાટવવાનો દિવ્ય તહેવાર છે. શક્તિ અને શક્તિના સ્વામીની પૂજાનો સંયુક્ત ઉત્સવ છે. જન- મનની પ્રસન્નતા, હર્ષોલ્લાસ, હસી-ખુશીની અનુભૂતિ અને હેત-પ્રીતની ઉજવણીનું મહાપર્વ છે. શક્તિ અને ભક્તિ, શ્રી (લક્ષ્મી) અને સૌભાગ્ય, શુભ અને લાભની પ્રાપ્તિ કરાવનારો મંગલ અવસર છે.
હિન્દી ભાષાના કવિ ગોપાલસિંહ માલીએ દીપાવલીનું સુંદર શબ્દચિત્ર રજૂ કરતા કહ્યું હતું ઃ
''દીપાવલી દીપોં કા મેલા,
ઝિલમિલ મહલ કુટી ગલિયા રે,
ભારત ભરમેં ઉતને દીપક,
જીતને નભકે તારે ।
સારી રાત પટાખે છોડે,
 નટખટ બાલક, ઉમર હઠીલી,
મેરા દેશ બડા ગર્વીલા,
રીતિ- રસમ- ઋતુ- રંગીલી ।।
આસો વદ અગિયારસથી કારતક સુદ પાંચમ સુધી એક વર્ષના અંત અને બીજા વર્ષના આરંભની ઉમળકાભેર ઉજવણીનો માહોલ રહે છે. રમા એકાદશી, વાઘ બારશસ ઘનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ આ દિવસોને વિશેષ હેતુસર ઉજવવામાં આવે છે. ધનસંપત્તિ, સૌભાગ્ય અને સત્ત્વગુણની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીનું પૂજન, ધન તેરસના દિવસે કરાય છે. સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત ચૌદ રત્નોમાં એક લક્ષ્મીજી પણ હતા. લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ કાર્તિક વદ અમાસના રોજ થયો હતો. એ દિવસથી કારતક માસની અમાસ લક્ષ્મીપૂજા અને વેપારીઓના ચોપડા પૂજનનું પર્વ બની. દિવાળીના દિવસે થતા ચોપડા પૂજન કે શારદા પૂજનમાં ધનતેરસ- કાળીચૌદશ અને દિવાળી એ ત્રણેય દિવસની સંયુક્ત પૂજા રૃપે સોના- ચાંદીના સિક્કા, ખડિયો- કલમ અને ચોપડા- ગ્રંથ- પુસ્તક જે અનુક્રમે મહાલક્ષ્મી, મહાકાળી અને મહા સરસ્વતીનું સ્વરૃપ છે તેનું પૂજન કરાય છે. મહાકાળી શારીરિક- ભૌતિક શક્તિ આપેછે, મહા સરસ્વતી બુદ્ધિ- વિદ્યા- જ્ઞાાન આપે છે અને મહાલક્ષ્મી સંપત્તિ અને સૌભાગ્ય આપે છે.
ભારતીય સંસ્કૃતિમાં દીપાવલીના પર્વનું મહત્ત્વ અદકેરું છે. આ પર્વમાં ભગવાનના અવતાર, દેવોનું પ્રાકટય અને મહાપુરુષોના જન્મ- મરણની અનેક ઘટનાઓ બનેલી છે. ધનતેરસના દિવસે સમુદ્રમંથન વખતે ભગવાન ધન્વન્તરિનો પણ  પ્રાદુર્ભાવ થયો હતો એટલે વૈદ્યો આ દિવસે 'ધન્વંતરિ દિવસ' તરીકે પણ ઉજવે છે. પુરાણોની કથા અનુસાર કાળી ચૌદસને દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કરી એના કારાગારમાં પુરી દેવાયેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી એટલે એને નરક ચતુર્દશી નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન શ્રી રામે વિજયા દશમીના દિવસે રાવણને મારી અશુભ પર વિજય મેળવ્યો હતો. તે સીતા સહિત અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ એમનાસ્વાગત માટે એમના ઘરોની સાજ- સજાવટ કરી રાત્રિના સમયે દીપમાળાઓ પ્રગટાવી હતી. એ પણ આ પર્વના દિવસો દરમિયાન જ બન્યું હતું. રાક્ષસોનો વધ કરી કોપાયમાન કાલી અન્ય લોકોનો પણ વધ કરવા લાગી ત્યારે ભગવાન શંકરે એમના ક્રોધનું શમન કરી આખા જગતને પ્રસન્નતા પ્રદાન કરી તે પણ આ પર્વના દિવસો દરમિયાન બન્યું હતું. એની ઉજવણીરૃપે કાળી ચૌદશનો મહિમા દર્શાવાયછે. રાજા વિક્રમાદિત્યે કાર્તિક સુદ એકમના દિવસે સિંહાસન પર બેઠા હતા એની ખુશાલીરૃપે વિક્રમ સંવતની શરુઆત એ દિવસથી થાય છે. દીપાવલીના દિવસે જ જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. વૈદાન્તના પ્રસિદ્ધ વિદ્વાન સ્વામી રામતીર્થનો જન્મ, જ્ઞાાન, પ્રાપ્તિ અને મોક્ષ ત્રણેય ઘટનાઓ દીપાવલીના દિવસે જ ઘટી હતી. સ્વામી દયાનંદ સરસ્વતી અને વિનોબા ભાવેને આ દિવસે જ મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. સિખોના છઠ્ઠા ધર્મગુરુ હરગોવિંદસિંહને આ દિવસે જ કારાગારમાંથી મુક્તિ મળી હતી.
કાર્તિક સુદ એકમ- પ્રતિપદાનો દિવસ નવા વર્ષની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરવાનો ઉત્સવ છે. નવું વર્ષ નવા સંકલ્પો અને વિચારોને ચરિતાર્થ કરવા શુભારંભ કરવાનો પ્રથમ દિવસ છે. વડીલો અને સ્વજનોને મળી એમના શુભાશિષ અને શુભેચ્છા મેળવી સ્નેહના આદાન-પ્રદાન કરાય છે. આ દિવસે ગોવર્ધનપૂજા કરાય છે અને સર્વેશ્વર શ્રી કૃષ્ણને અન્નકુટ ધરાવવામાં આવેછે. આ દિવસે ગોધન- ગાયોરૃપી ધનનીપણ પૂજા કરાય છે. ગોવર્ધનધર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો પણ સંકેત આપે છે. આ પર્વ ! 'હૃષીકેણ હૃષીકેશ સેવનં ભક્તિઃ  ઇતિ અભિધીયતે- ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોના સ્વામીની સેવા કરવી એને જ ભક્તિ કહેવાય છે.' ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ભોજન લેવાજાય છે ત્યારે બહેન ભાઈને તિલક કરી એની પૂજા કરે છે. ભાઈબીજને 'યમદ્વિતીયા' પણ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે ભાઈ અને બહેન એક સાથે યમુના સ્નાન કરે તો યમ યાતનાથી બચી જાય છે. આ પર્વનો મહિમા સમજી જે એને જીવનમાં ઉતારે છે તે સમ્યક્ જ્ઞાાન પામી, સૌભાગ્ય સુખનો લાભ પામે છે. એટલે અંતે કાર્તિક સુદ પાંચમે જ્ઞાાન-પંચમી, સૌભાગ્ય પંચમી એટલે કે લાભપાંચમ આવે છે.

happy diwali !

હેપ્પી દિવાલી

હેપ્પી દિવાલી

દિપાવલીના આ પાવન પર્વે
આપના આયખાના આંગણે કંઈ સંઘરેલી વિસરેલી
યાદોના લીલાછમ તોરણ દસે દ્વારે ઝુલી ઉઠે.. દિલના દસ કોઠે દિવા પ્રગટે.. અને અમાસી કાળી રાતોને અજવાળે એજ ....
અભિલાષા.....
વળી,
નૂતન વર્ષની
નૂતન સવારે
ઉષાના સપ્તરંગી કિરણો
સપ્ત ચક્રોને સ્પર્શી.
આપના જીવનને પ્રભામય બનાવે

નૂતન વર્ષની નૂતન સવારે
આપને ભૂલી જઈએ ..........

October 22, 2014

કાળી ચૌદશ

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,  એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.  મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.  મનુષ્યમાં રહેલા કુવિચારો.. દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.  આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.  આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,  સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી,  પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે,  ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.  તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.  ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.  જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે.  ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ... સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી

October 20, 2014

anando

રાજ્યના ફિક્સ પગારદારોને વાઘબારશે જ ધનતેરશ: 58 ટકા સુધીનો પગાર વધારો
Divyabhaskar.co.inOct 20, 2014, 05:40:00 PM IST

(ફાઈલ તસવીરઃ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ)

-ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં 37થી 58 ટકા સુધીના વધારાની રાજ્ય સરકારની જાહેરાત
-4500 પગાર મેળવનારાને 7100, 9000 પગાર મેળવનારાને 13500 અને 10000 પગાર મેળવનારાને 13700 પગાર મળશે

ગાંધીનગર: રાજ્યમાં ફિક્સ પગારથી કામ કરતા એક લાખ કર્મચારીઓને વાઘબારશના દિવસે દિવાળીભેટ મળી છે. રાજ્ય સરકારે ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં 37થી 58 ટકા વધારાની ઘોષણા કરી છે. આ સમાચારથી ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

રાજ્ય સરકારે આજે જાહેરાત કરી હતી કે, રૂપિયા 4500ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 7100, 5300વાળાને રૂપિયા 7800, રૂપિયા 9400ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 13500 અને રૂપિયા 10000ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 13700 રૂપિયા વેતન મળશે. ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓમાં આનંદ છવાયો છે.

sacho sikshak ?

બબાભાઈ પટેલ દ્વારા સંકલિત થયેલ પુસ્તક ‘શિક્ષક-ઉપનિષદ’માંથી સાભાર)
રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને. બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે.
શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શિક્ષક જે કાર્ય કરી રહેલ છે એમાં જો એને રસ ન હોય, પોતાનો બધો સમય વિદ્યાર્થીઓના હિતમાં ખર્ચવા એ તૈયાર ન હોય, એમની સાથે સમય ગાળવામાં એને જીવનનો આનંદ ન લાગતો હોય તો એવો શિક્ષક એના શિક્ષણકાર્યમાં કદી સફળ થઈ શકવાનો નથી. શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય, બીજો નહિ. શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે.
માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મહાન આદર્શ છે. – જે. કૃષ્ણમૂર્તિ
આચાર્ય કે શિક્ષકનાં ત્રણ લક્ષણો છેઃ શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે. કરુણાવાન મા હોય છે. પરંતુ આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. – વિનોબા
તુલસીદાસે ‘રામચરિતમાનસ’ રચીને સંસ્કૃત સમજી શકનાર ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોની ઇજારાશાહી તોડી… બ્રાહ્મણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખ્યું. તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : ‘ભૂખ્યો રહીશ અને મસ્જિદને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો.’ – ગુણવંત શાહ
સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે. –પંડિત સુખલાલજી
મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી પણ શિક્ષણકાર છે. જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. જો શિક્ષણકાર પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ? કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ? – જે. કૃષ્ણમૂર્તિ
જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે કેળવણીકાર છે. – એમર્સન
પૂ. રવિશંકર મહારાજે શિક્ષકોને કહેલું કે સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છેઃ જ્ઞાન, કર્મ ને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ.
જ્ઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જ્ઞાન શિક્ષકની પાસે હોવું જરૂરી છે. પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ? પોતે સમજ્યો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ?
શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.
પણ પૂરતું નથી.
એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત જોઈએ, ઉદ્યમ જોઈએ, શ્રમ જોઈએ.
જ્ઞાન ઉપરાંત કર્મ જોઈએ.
વિષય આવડ્યા પછી વર્ગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે.
પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી.
ત્રીજી જોઈએ છે ભક્તિ.
ભક્તિ એ રાજમાર્ગ છે.
તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરાવી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.
છોકરાને શું ભણાવવું એ જ્ઞાન થયું.
છોકરાને કેમ ભણાવવો એ કર્મ થયું.
હવે એ છોકરાને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ એવી રીતે જીતી લેવો, એનો પ્રેમ એવી રીતે સંપાદિત કરવો કે તે એ શિક્ષણ અપનાવવા ને એ સિદ્ધાંતો પચાવવા ને એ સંસ્કારો ઝીલવા આપોઆપ તૈયાર થાય. એ ભક્તિનું કામ થયું. એ ભક્તિ હોય તો શિક્ષણ સ્પર્શે. અને એ ન હોય તો જ્ઞાન ને કર્મ, આવડત ને મહેનત, ડીગ્રી ને તાલીમ, શિસ્ત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે. કદાચ આજના શિક્ષકોમાં આ ગુણની વિશેષ ખોટ હોય, અને કદાચ એ ખોટને લીધે આજના શિક્ષકોનું માન ઓછું હોય અને આજની કેળવણી કથળતી હોય. – ફાધર વાલેસ
૧. શિક્ષકોનું ચારિત્ર્ય જાણે ગમે તેવું હોય, એ માત્ર પોતાના વિષયમાં પ્રવીણ હોવો જોઈએ એ વિચાર દોષભરેલો છે.
૨. ચારિત્ર્યહીન પણ પ્રવીણ શિક્ષકના હાથ તળે શીખી એકાદ વિદ્યાર્થી પ્રવીણતા મેળવે, તેના કરતાં એ ચારિત્ર્યવાન પણ ઓછા પ્રવીણ શિક્ષકના હાથ તળે ઓછી વિદ્યા ભણે એ હજારગણું વધારે સારું છે.
૩. શિક્ષક પોતાનો વિષય શીખવાની જવાબદરી સમજે પણ વિદ્યાર્થીના ચારિત્ર્યની જવાબદારી ન સમજે, તેને શિક્ષક કહી શકાય નહિ.
૪. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન રહે. એવો શિક્ષક વિદ્યાર્થીને ભયાનક કે યમ જેવો નહિ ભાસે, પણ પૂજ્ય છતાં પોતાની માતા કરતાંયે વધારે નિકટ લાગશે.
૫. શિક્ષકે પોતાની લાયકાત વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના વિષયમાં છેલ્લી માહિતી એકઠી કરી તૈયાર થઈને જ વર્ગ લેવો જોઈએ. એટલે કે શિક્ષકે વિદ્યાર્થી કરતાંયે વધારે સારું વિદ્યાર્થીજીવન ગાળવું જોઈએ અને અભ્યાસરત રહેવું જોઈએ.
૬. પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે.
૭. શિક્ષકે શીખવવાને સારામાં સારી રીત શોધ્યા જ કરવી જોઈએ અને દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય ખોળવા જોઈએ અને વિદ્યાર્થીઓને શંકા પૂછવાની તક આપી તેનું સમાધાન કરવું જોઈએ.
૮. મારવાની, ગાળ દેવાની, તિરસ્કાર કરવાની કે બીજી કોઈ શિક્ષા કરવાની શિક્ષકને મનાઈ હોવી જોઈએ.
૯. સારી રીતે કામ કરવા ઈચ્છનાર શિક્ષક ઘણા મોટા વર્ગો ઉપર ધ્યાન ન આપી શકે એ દેખીતું છે.
૧૦. સેંકડો વિદ્યાર્થીઓની શાળા પણ ઈષ્ટ નથી.
– ગાંધીજી

October 19, 2014

મેા

વિસરાતી જતી ગુજરાતી ભાષા – અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો’ પુસ્તકમાંથી સાભાર.)

માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’

ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.

માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.

ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે.

બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે ! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય.

માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?

જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.
અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે. પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યો છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં દેવું જોઈએ.

ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.
મોરારિબાપુ કહે છે : અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય.

ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને પરાયી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નહિ કરતા હોય ? ચંદ્રકાન્ત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે, જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી.
વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.

EFA Global Monitoring Report-2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડો. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : “The importance of mother tongue-based schooling for educational quality” – તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોને, સંદર્ભોને પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે.

માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર 

happy diwali



October 18, 2014

wife

પરણેલાઓ પણ વાંચે અને વાંઢા તો ખાસ વાંચે...!!!
"પત્નીથી આટલી વાતમાં ખાસ ધ્યાન રાખવું."
=============== =============== =
1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતી હોય ત્યારે ખાસ સાવચેત રહેવું..
-
2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો ! એ સમય રોમાન્ટિક થવાનો નથી !
-
3. એ જો આંખો નચાવતા નચાવતા 'તુઝે ઝમીં પે બુલાયા ગયા હૈ મેરે લીયે.' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો !
-
4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું ! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે !
-
5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી. નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે ! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો !
-
6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો !
-
7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો ! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો !
-
8. 'એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે' આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નો નો વિગત-વાર જવાબ આપો. એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબ ની શરૂઆતના બે વાક્યો સવાલ સંબંધિત રાખીને પછી ફિલ્મી ગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.
-
9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોના આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં 
સુવાના તમને અભરખા હતા !
-
10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ !
-
11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અને સારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટ માંથી બચી જશો ! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં !
-
12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલે એ પાંચ માંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.
-
13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરા હોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની મને જરૂર લગતી નથી !
-
14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર-­ કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદા મોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ !
-
15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો ! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલો માં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતાકપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે !
-
16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ,મેક્સિકન કેકોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ !
-
17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ !
-
18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.
-
19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે. વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે !
-
20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે !
-
21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.
-
22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિતકરવાનીતમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતે જ નિર્દોષ હોય છે ! અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા બોસ !
-
23. એમની અદા ઓ ને વખાણતા રહેવી ! આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી !
-
24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી રાખો ! સહેજવાર પણ એમની મુંડી બહાર નીકળશે તો આખું અઠવાડિયું ઢેબરાં થાય એટલી મેથી મારશે !!!

happy diwali !

please waite

Hello