March 16, 2015

Baal varta

એક નાનકડા બાળકની ઑફર….!

આજે સવાર સવાર મા ઇન્ટરનેટ પરથી એક સરસ મજા ની ઓફર વાંચવા મળી.. જે આપની સાથે શેર કરું છું....
એક નાનકડા બાળકની ઑફર….!

…જો હું મેઘધનુષને પકડી શકીશ તો જરૂર એ તમારા માટે લાવી આપીશ. પછી આપણે એના સુંદર રંગોની મજા માણીશું !

… જો મને તમારી ચિંતાઓ એક ટોપલીમાં ભરી આપશો તો હું એ ટોપલીને ઉપાડીને દરિયામાં ફેંકી આવીશ. પછી તમે મારી જેમ જ હસી શકશો !
પણ….! તમે જાણો જ છો કે હું એટલો નાનકડો છું કે આમાંનું કંઈ પણ મારા માટે શક્ય જ નથી.
નથી હું મેઘધનુષ લાવી શકવાનો કે નથી હું પર્વત ઉપાડી શકવાનો. પણ એક વસ્તુ મારા હાથની વાત છે. તમને ખૂબ ખૂબ વહાલની એક મોટી પપ્પી જરૂરથી આપી શકીશ… ગમશે ને…..!?


ડૉ. આઈ. કે. વિજળીવાળા

સહ આભાર ....રીડગુજરાતી