November 2, 2014

હવે તમે સ્માર્ટ ફોન સાથે રાખો બેકઅપ ફોન

આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ તો સાવ સામાન્ય થઈ ગયો છે. ત્યારે એક નવા જ પ્રકારનો ટૉકસ નામનો બેક અપ ફોન બજારમાં ફરતો થયો છે. જે ખાસ કરીને સ્માર્ટ ફોન સાથે જોડી શકાય છે.
પ્રવાસ દરમિયાન આ ફોન ઘણો ઉપયોગી નિવડશે. ટૉકસ એક ફોન તરીકે કામ કરે છે અને બીજી ડિવાઈઝને બ્લ્યુટૂથથી જોડે છે. તેનો હેડસેટ ૦.૨ ઈંચ છે.
આ ફોનને બનાવનારી કંપનીનું માનવું છે કે બેટરી ડિસ્ચાર્જ થતાં તેના વિકલ્પ તરીકે ટૉક્સનો ઉપયોગ કરી શકાય છે. આ ક્વેડ બૈંડ ફ્રીક્વન્સીને સપોર્ટ કરે છે. આ માઈક્રો સીમને ડીવાઈઝમાં નાખતા તેમાંથી કૉલ કરી શકીએ છીએ.