November 1, 2014

નવા વર્ષ ની નવલી બારખડી


ક - કંકાશથી દૂર રહેજો. કળથી કામ લેશો.
ખ - ખૂશામતથી ભોળવતા નહિ, ખૂમારીથી જીવજો.
ગ - ગર્વ ન કરશો - ગમ્મત જરૃર કરજો.
ઘ - ઘર ઘર પ્રેમ કરજો - ઘમંડથી દૂર હજો.
ચ - ચમચાગીરી ન કરશો - ચપળતાથી રહેજો.
છ - છેતરપીંડી ન કરશો - છાના રહેજો.
જ - જીભાજોડીમાં ન પડશો. જીંદગી જીતજો.
ઝ - ઝિંદાદીલ રહેજો - ઝંઝાવાતમાં ઝૂમી જજો.
ટ - ટીકા કરવાથી દૂર રહેજો - ખોટી ટાપટીપ ન કરશો.
ઠ - ઠગાઈથી દૂર રહેજો - ઢાવકાઈથી કામ લેજો.
ડ - ડરપોક ન બનશો. નીડર થજો.
ઢ - ઢાંકપીછોડો ન કરતા - ઢચૂપચૂ મન ન રાખતા.
ત - તકરારથી દૂર રહેશો. તમન્ના મોટી રાખજો.
થ - થપ્પડ કદી ન મારશો. થરથરવાનું પણ છોડી દેજો.
દ - દર્દીની સેવા કરજો - દીલથી દીલાવર બનજો.
ધ - ધર્મના ધતિંગ ન કરશો - ધાર્મિક બનજો.
ન - નીતિમાન બનશો - નિંદાથી દૂર રહેજો.
પ - પ્રભુને યાદ કરજો - પર દુઃખે ઉપકાર કરજો.
ફ - ફળદાયી બનશો - બીજાને ફાયદો કરજો.
બ - ''બફાટ'' ન કરો તેની કાળજી રાખશો - બહાદુરી દાખવજો.
ભ - ભાઈચારો વધારજો - ભલાઈનો ભંગ ન કરશો.
મ - મફતિક કોઈ ન લેશો - મન મક્કમ રાખજો.
ય - યશસ્વી બનજો - યાદ રહી જાય તેવા કર્મ કરજો.
ર - રૃશ્વતથી દૂર રહેજો - સરકારી રીતભાત કેળવજો.
લ - લૂચ્ચાઈ છોડજો - સૌને લાભદાયી બનજો.
વ - વચન પાળજો. વફાદારી કેળવજો.
શ - શરીર સ્વસ્થ રાખજો - સારા વિચારો કરજો.
સ - સાદાજીવનથી જીવજો - સદાચાર આચરજો.
હ - હૂંસાતૂંસી ન કરતા - હોંશિયારીથી આગળ વધજો.