માઈક્રો એસ.ડી કાર્ડનાં યુગમાં પણ પેનડ્રાઈવ કે યુએસ.બી ડ્રાઈવનું મહત્ત્વ ઘટ્યું નથી. ભલે આપણે મોબાઈલ યુગ તરફ આગળ ધપતા હોઈએ પરંતુ પેનડ્રાઈવનાં ઉપયોગમાં કોઈ ઘટાડો થયો નથી. એક ટચૂકડી ડ્રાઈવ જેટલી કમાલની છે, એજ ડ્રાઈવ જો બંધ પડી જાય તો તેમાં સાચવેલી ફાઈલને પાછી મેળવવાની કલ્પનાં માત્રથી આપણને પરસેવો છૂટી જાય છે.
તમારી સાથે ઘણીવાર બનતું હશે કે તમારી પેનડ્રાઈવ એક કોમ્પ્યુટરમાં ચાલતી હોય અને બીજા કોમ્પ્યુટરમાં કામ કરતી બંધ થઈ જાય. આવા સમયે તમારા પી.સી. કે લેપટોપમાં યુએસ.બી પોર્ટમાં કોઈ ખામી તો નથી, તે ચેક કરવું જોઇએ. આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ ? તેની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. યુએસબી પોર્ટનો વધુ પડતો ઉપયોગ રહે તો હોવાથી ઘણીવાર આ પોર્ટમાં પેનડ્રાઈવ ફીક્સ થતી નથી. આવી પરિસ્થિતિમાં સહુપ્રથમ આપણે યુએસબી હાર્ડવેર ચેક કરવું જોઇએ. સહુ પ્રથમ તો તમારી પેનડ્રાઈવ ખૂબ જ શાંતિપૂર્વક યુએસબી ડ્રાઈવમાં ઇન્ટોલ કરો અને ઇન્ટોલનો અવાજ આવે ત્યાં સુધી ઉપર નીચે ફીક્સ કરો. મોટાભાગનાં કિસ્સાઓમાં આવું કરવાથી યુએસબી ઇન્ટોલ થઇ જાય છે.પરંતુ જો ઇન્ટોલ ન થાય તો પછી તમારી પેનડ્રાઈવને ચકાસી જૂઓ કે તેનો કોઈ ખૂણો તૂટેલો તો નથી ને... ઘણીવાર યૂએસબી પોર્ટ ઢીલો થતાં આવા કિસ્સા બનતા હોય છે.ત્યારે આનો એક સરળ ઈલાજ પણ છે. જેમાં તમે યુએસબી કનેક્ટ વાયરનો ઉપયોગ કરીશકો છો અને આ વાયર પોર્ટમાં ફીટ બેંસી જતાં તમે વાયરનાં બીજા છેડે આવેલા અન્ય પોર્ટમાં યૂએસબીનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ જો પ્રોબ્લેમ પેનડ્રાઈવમાં હોય તો આ માટે સહુપ્રથમ ઈન્ટરનેટ પર જઈ યુએસબી/પેનડ્રાઈવ ડેટાબેક અપ સોફ્ટવેરનો પ્રયોગ કરો. આ સોફ્ટવેરથી 70 થી 80 ટકા સફળતા મળે છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરી ત્યારબાદ તેને ઓપન કરશો અને પેનડ્રાઈવર યુએસબી પોર્ટમાં રાખવી. સોફ્ટવેરની સૂચનાનું અનુકરણ કરતા જાવને તમને ડેટા પાછો મેળવવામાં સફળતા મળશે.
પરંતુ જો પેનડ્રાઈવ બગડી જાય તો તેને હાર્ડવેર એક્સપર્ટ પાસે લઇ જવી રહી કારણ કે હાર્ડવેર એક્સપર્ટ આ પેનડ્રાઈવ ખોલી તેની માઈક્રોસર્કીટમાં યુએસબી વાયરને સોલ્ડરીંગ વડે કનેક્ટ કરી તેમાંથી બેકઅપ મેળવી આપે છે. આ પ્રક્રીયા અઘરી નથી પરંતુ આ માટે ઇલેક્ટ્રોનિક્સ જ્ઞાન અને પૂરતાં સાધનો જરૂરી છે.