November 24, 2016

માનવી કયારે માનવ બનશે?

એક વખત એક મંદિર નુ જીર્ણોધાર નુ કામ શરુ થયુ,
તેમા આશરો લેતા કબૂતરો ની દશા કફોડી થઈ, તે સમયે બાજુમાં આવેલ મસ્જિદ ના કબૂતરો એ મંદિર ના કબૂતરો ને મસ્જિદ માં આશરો આપ્યો થોડાક દિવસો બાદ ચર્ચ ના કબૂતરો મંદિર ના કબૂતરો ને ચર્ચ માં આશરો આપ્યો
ત્યારબાદ ગુરુદ્વારા અને દેરાસર માં પણ કબૂતરો એ આશરો લીધો.
તે સમય દરમિયાન મંદિર ના જીર્ણોધાર નું કામ પૂર્ણ થયુ, એટલે મંદિર ના કબૂતરો ફરી મંદિર માં રહેવા આવી ગયા.
   ત્યારે એક નાના કબૂતરે એક  ઘરડા કબૂતર ને સરસ  પ્રશ્ન કર્યો,
કે આપણે મંદિર માં રહ્યા મસ્જિદ, ચર્ચ ગુરુદ્વાર,દેરાસર બધેજ રહ્યા તો પણ આપણે તો કબૂતર જ કહેવાયે
જ્યારે આ માણસો જે મંદિર માં જાય તે હિન્દુઓ કહેવાય
મસ્જિદ માં જાય તેઓ મુસ્લિમ કહેવાય
ચર્ચ માં જાય તેઓ ઇસાઇ કહેવાય
ગુરુદ્વારા જાય તેઓ પંજાબી કહેવાય
દેરાસર જાય તેઓ જૈન કહેવાય
આમ કેમ?
ત્યારે પેલા ઘરડા કબૂતરે ઉત્તર આપ્યો
આપણે સહુ પશુ, પંખી કહેવાયે આપણા માં બુધ્ધિ ન હોય.
આ તો માણસ જાત છે, બુદ્ધિશાળી કહેવાય.