November 5, 2014

જાણો તમારું મૃત્યું ક્યારે થશે -ઓનલાઈન એપ થી

આજકાલ દુનિયામાં લોકોને જીવન પ્રત્યે અવિશ્વાસ જોવા છે. લોકો અત્યારે ભવિષ્યનું વિચારીને કામ કરતા હોય છે. શું તમે જાણવા ઈચ્છો તો કે તમારા જીવનના દિવસો ક્યારે પુરા થઈ રહ્યા છે? તેથી તેને મદદરૂપ એક ખાસ એક એપ બનાવવામાં આવી છે. આજકાલ એક નવી એપ ચર્ચાનો વિષય બની છે જેનું નામ છે ડેડલાઈન.
આ એપ તમારા આઈફોનના હેલ્થકિટ ટુલનું એનાલિસિસ કરી તમે કેટલી દિવસ જીવીત રહેશો તે શોધવામાં સક્ષમ છે. મૃત્યુ અને સમયની ચોક્કસ ગતિવિધિઓ જાણી શકાશે. આઈફોનનું હેલ્થકિટ ટૂલ તમારા કદ, ડાયસ્ટોલિક રક્તપાત, તમારી ઉંઘ અને આખા દિવસના તમારા શારિરીક કામકાજનો રેકોર્ડ રાખે છે.
ડેડલાઈન એપથી મૃત્યુનો દિવસ અને સમય નક્કી કરશે
બસ્ટલના કેહવા અનુસાર, ડેડલાઈન એપ આ જ રેકોર્ડ ડેટાનો ઉપયોગ કરી અને તમારી જીવનશૈલી સાથે સંબંધિત કેટલાક સવાલોના આધારે તમારા મૃત્યુનો દિવસ અને સમય નક્કી કરવામાં મદદગાર છે.
આ એપ તમારી જીવનશૈલી અને સ્વાસ્થ્યની દેખરેખ રાખશે
ડેડલાઈન એપના નિર્માતા ગિસ્ટ એલએલસીએ એપ્પલ આઈટ્યૂન પેજ પર લખ્યું કે, કોઈ પણ એપ તમારા મૃત્યુના દિવસ અને સમય વિશે એકદમ ચોક્કસ જાણકારી નથી આપી શકતી. આ એપ તમારી જીવનશૈલી અને સ્વાસ્થ્યની દેખરેખ રાખી સારી જીવનશૈલી અને સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રેરિત કરે છે અને જરૂરી લાગે તો ડૉકટરને પણ મળવાની સલાહ આપે છે.
આ એપથી ભવિષ્યવાણીને બદલી શકો છો
વધુમાં તેઓએ જણાવ્યું કે, ડેડલાઈન એપથી તમે તમારા દૈનિક આહાર, ખાણી-પીણી અને નિયમિત વ્યાયામના માધ્યમથી પોતાનો અંદાજિત દિવસ અને સમય આગળ વધારી શકો છો. તમારા મૃત્યુ પામવાની ભવિષ્ય વાણીને બદલી શકો છો.