November 4, 2014

ગુણોસ્તવ દરમ્યાન મૂલ્યાંકન ગેરરીતિ હશે તો પગલાં ભરાશે

પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધારણા અંતર્ગત ગુણોત્સવનાં પાંચમા તબક્કા અંતર્ગત કચ્છ જિલ્લામાં આગામી તા.ર૦થી રર દરમિયાન પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જિલ્લાની ૩૦ ટકા શાળાઓમાં બાહ્ય અને ૭૦ ટકા શાળાઓમાં સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. જોકે, કેટલીક શાળાઓમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકનમાં જો કોઈ ગેરરીતિ જણાશે તો જવાબદાર આચાર્ય અને શિક્ષક સામે ઉચિત પગલાં ભરવાની પણ વિચારણા ચાલી રહી છે.કચ્છમાં જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની તેમજ અનુદાનિત અને આશ્રમ શાળાઓમાં એકી સાથે મૂલ્યાંકન કામગીરી કરવામાં આવશે. શિક્ષણ નિયામકનાં પત્ર ટાંકીને માહિતી આપતાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સંગઠન મંત્રી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતંુ કે, જિલ્લાની ૩૦ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનકારો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. બાહ્ય મૂલ્યાંકનકારો તરીકે રાજ્ય તથા જિલ્લાનાં વર્ગ-૧ અને રનાં અધિકારી, પદાધિકારી, કુલપતિ, કોલેજ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્યો, કેળવણી નિરીક્ષકો, ડાયેટનાં વ્યાખ્યાતા અને એવોર્ડી શિક્ષકો સેવા આપશે. મૂલ્યાંકન પ્રક્રિયામાં ધો.રથી ૮નાં દરેક વિદ્યાર્થીનું શૈક્ષણિક, શાળાની ભૌતિક સુવિધા, સંલગ્ન પ્રવૃત્તિ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવશે. ધો.રથી પમાં વાચન, લેખન અને ગણન તેમજ ધો.૬થી ૮માં પ્રશ્નપત્ર અને ઉત્તરવહીથી ઓ. એમ. આર. પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. બાહ્ય મૂલ્યાંકનમાં બીઆરસી-સીઆરસી તથા બીઆરપીઓ બાહ્ય મૂલ્યાંકનકારોનાં લાયઝન તરીકે હાજર રહેશે. ગુણોત્સવને અનુલક્ષીને આગામી તા.રરનાં શનિવારનાં દિવસે પણ શાળાઓે પૂર્ણ સમય ચાલુ રહેશે.ગુણોત્સવ પૂર્ણ થયે કેટલીક શાળાઓમાં પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમાં જો કોઈ ગેરરીતિ જણાશે તો જે તે શાળાનાં આચાર્ય કે શિક્ષક વિરૃદ્ધ ઉચિત પગલાં લેવાનું પણ વિચારાધિન છે. આ ઉપરાંત આવા શિક્ષકો માટે આગામી તાલીમમાં અલગથી તાલીમ વ્યવસ્થા કરવામાં આવશે. આ દરમિયાનમાં જિલ્લાની કેટલીક શાળાઓમાં ગુણોત્સવની પૂર્વ તૈયારીનાં ભાગરૃપે પ્રિ-ગુણોત્સવનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતંુ.