November 1, 2014

એન્જીનીયરીંગ કોલજોમાં વિનામૂલ્યે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવાશે

સેન્ટ્રીલ બોર્ડ ઓફ સેકન્ડિરી એજ્યુેકેશન (સીબીએસઈ) દ્વારા વિધાર્થીઓને મદદરૂપ થવાના ઉદેશ્ય્ સાથે એક નવી યોજના તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત સીબીએસઈ પોતાના બોર્ડના વિધાર્થીઓની સાથે સાથે દેશના અન્યત બોર્ડના વિધાર્થીનીઓની દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી વિનામુલ્યે કરાવશે. સીબીએસઈ દ્વારા પસંદ કરાયેલ આ વિધાર્થીનીઓને વિનામુલ્યે ટેબલેટ પણ આપવામાં આવશે.
સીબીએસઈ દ્વારા અમલમાં મુકવામાં આવેલી નવી યોજના અંતર્ગત ધોરણ-૧૧ અને ૧૨માં અભ્યાાસ કરતી વિધાર્થીનીઓને દેશની ટોચની આઈઆીટી અને એનઆઈટી સહિત અન્યગ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે યોજાતી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. આ વિધાર્થીનીઓને ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારના માધ્યામ દ્વારા વિનામુલ્યેં અભ્યાસ સાહિત્યી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ યોજનામાં દેશના કોઈપણ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલ શાળામાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાપસ કરતી વિધાર્થીઓને આવરી લેવામાં આવી છે આ માટે અરજી કરનાર વિધાર્થીનીઓ પૈકી મેરીટના આધારે ૧૦૦૦ વિધાર્થીનીઓની પસંદગી કરવામાં આવશે જેમાં ૫૦ ટકા બેઠકો જનરલ કેટેગરીની અને ૫૦ ટકા બેઠકો અનામત કેટેગરીની હશે. આ માટે ધોરણ-૧૧ અને ૧૨માં ફિઝીક્સા, કેમેસ્ટ્રી અને મેથ્સસ વિષયોની સાથે અભ્યાઅસ કરતી વિધાર્થીનીઓની પસંદગી કરવામાં આવશે. આ વિધાર્થીનીઓએ ધોરણ-૧૦માં ઓછામાં ઓછા ૭૦ ટકા માર્કસ મેળવેલા હોવા જરૂરી છે. આમ બોર્ડની પરીક્ષાના માર્કસ અને ફેમીલી બેકગ્રાઉન્ડ ના આધારે સીબીએસઈ દ્વારા મેરીટ લીસ્ટવ તૈયાર કરવામાં આવશે જેમાંથી ૧૦૦૦ વિધાર્થીનીઓની પસંદગી કરી તેમને દેશની વિવિધ આઈઆઈટી અને એનઆઈટી સહિત અન્યય એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે યોજાતી પ્રવેશ પરીક્ષાની નિઃશુલ્કર તૈયારી કરાવવામાં આવશે.