October 18, 2014

wife

પરણેલાઓ પણ વાંચે અને વાંઢા તો ખાસ વાંચે...!!!
"પત્નીથી આટલી વાતમાં ખાસ ધ્યાન રાખવું."
=============== =============== =
1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતી હોય ત્યારે ખાસ સાવચેત રહેવું..
-
2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો ! એ સમય રોમાન્ટિક થવાનો નથી !
-
3. એ જો આંખો નચાવતા નચાવતા 'તુઝે ઝમીં પે બુલાયા ગયા હૈ મેરે લીયે.' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો !
-
4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું ! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે !
-
5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી. નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે ! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો !
-
6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો !
-
7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો ! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો !
-
8. 'એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે' આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નો નો વિગત-વાર જવાબ આપો. એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબ ની શરૂઆતના બે વાક્યો સવાલ સંબંધિત રાખીને પછી ફિલ્મી ગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.
-
9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોના આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં 
સુવાના તમને અભરખા હતા !
-
10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ !
-
11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અને સારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટ માંથી બચી જશો ! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં !
-
12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલે એ પાંચ માંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.
-
13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરા હોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની મને જરૂર લગતી નથી !
-
14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર-­ કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદા મોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ !
-
15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો ! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલો માં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતાકપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે !
-
16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ,મેક્સિકન કેકોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ !
-
17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ !
-
18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.
-
19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે. વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે !
-
20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે !
-
21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.
-
22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિતકરવાનીતમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતે જ નિર્દોષ હોય છે ! અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા બોસ !
-
23. એમની અદા ઓ ને વખાણતા રહેવી ! આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી !
-
24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી રાખો ! સહેજવાર પણ એમની મુંડી બહાર નીકળશે તો આખું અઠવાડિયું ઢેબરાં થાય એટલી મેથી મારશે !!!