October 20, 2014

anando

રાજ્યના ફિક્સ પગારદારોને વાઘબારશે જ ધનતેરશ: 58 ટકા સુધીનો પગાર વધારો
Divyabhaskar.co.inOct 20, 2014, 05:40:00 PM IST

(ફાઈલ તસવીરઃ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ)

-ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં 37થી 58 ટકા સુધીના વધારાની રાજ્ય સરકારની જાહેરાત
-4500 પગાર મેળવનારાને 7100, 9000 પગાર મેળવનારાને 13500 અને 10000 પગાર મેળવનારાને 13700 પગાર મળશે

ગાંધીનગર: રાજ્યમાં ફિક્સ પગારથી કામ કરતા એક લાખ કર્મચારીઓને વાઘબારશના દિવસે દિવાળીભેટ મળી છે. રાજ્ય સરકારે ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં 37થી 58 ટકા વધારાની ઘોષણા કરી છે. આ સમાચારથી ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

રાજ્ય સરકારે આજે જાહેરાત કરી હતી કે, રૂપિયા 4500ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 7100, 5300વાળાને રૂપિયા 7800, રૂપિયા 9400ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 13500 અને રૂપિયા 10000ના માસિક વેતનથી કામ કરતા કર્મચારીને રૂપિયા 13700 રૂપિયા વેતન મળશે. ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓમાં આનંદ છવાયો છે.